Thu. Dec 19th, 2024

એમએસએમઈ જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે SEEPZ મુંબઈ ખાતે મેગા કોમન ફેસિલિટી સેન્ટર સપ્ટેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશેઃ પીયૂષ ગોયલ

23 એપ્રિલ, 2023 – જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ મુંબઈમાં ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (IGJA) ની 49મી એડિશનનું આયોજન કર્યું હતું. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ બાબતોના માનનીય મંત્રી તથા માનનીય મુખ્ય મહેમાન શ્રી પીયૂષ ગોયલે એવોર્ડ સમારંભ દરમિયાન 27 ટોચના જેમ અને જ્વેલરી નિકાસકારોને સન્માનિત કર્યા હતા. IGJA ની 49મી એડિશન GIA દ્વારા સંચાલિત હતી અને ECGC તેમાં સહ-ભાગીદાર હતું. મુંબઈમાં બેલ્જિયમના કોન્સ્યુલ જનરલ શ્રી ફ્રેન્ક ગિયરકેન્સ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે GJPECના ચેરમેન શ્રી વિપુલ શાહ, GJPECના વાઈસ ચેરમેન શ્રી કિરીટ ભણસાલી, GJPECના PMBDના સહ-સંયોજક શ્રી નિલેશ કોઠારી તથા GJPECના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સબ્યસાચી રે તથા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડમાં પ્રેક્ષકોને સંબોધતા, માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “સમય ટેકનોલોજી, નવીનતા, આધુનિકતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રતિબિંબિત કરે છે. અહીં હાજર આપણામાંના દરેક અને તમારા ઉદ્યોગના અન્ય હિતધારકો માટે તકને ઝડપવાનો સમય છે. જેમ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, યે હી સમય હૈ, સહી સમય હૈ. આ તે ક્ષણ છે અને વિશ્વ તમારા બધા તરફ જોઈ રહ્યું છે. મને ખાતરી છે કે તમારી ઉદ્યોગસાહસિકતાની ભાવના આધુનિક દુનિયા સાથે આધુનિક રીતે જોડાવાની તમારી ક્ષમતાઓ સાથે નવીનતા, નવા વિચારો, તમારી પ્રોડક્ટ અને બ્રાંડનું બજેટ બનાવવાની નવી રીતો, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવી પ્રોડક્ટની ડિઝાઇન તૈયાર કરવી – હાલના કેસમાં લેબમાં તૈયાર કરાયેલા હીરા – મને ખાતરી છે કે તમે આ તકને ઝડપી લેશો અને સરકારે હાથ ધરેલી અનેક પહેલની મદદથી જેમ અને જ્વેલરી સેક્ટરની સાચી સંભાવનાઓને બહાર કાઢશો.”

તમામ મહાનુભાવોનું સ્વાગત કરતાં, GJEPCના અધ્યક્ષ શ્રી વિપુલ શાહે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલજીને નાણાંકીય વર્ષ 2022-23 માટે ભારતમાંથી વેપારી માલ અને સેવાઓ બંનેને જોડીને કુલ નિકાસમાં 770 અબજ ડોલરની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

નાણાંકીય વર્ષ 2022-23 માટે નિકાસકારોની કામગીરી વિશે બોલતા, GJEPCના અધ્યક્ષ શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે ભારત સરકારના યુએઈ સીઈપીએ કરાર માટે અત્યંત આભારી છીએ જેના પરિણામે મધ્ય પૂર્વમાં સોનાની જ્વેલરીની નિકાસમાં અનેકગણો વધારો થયો છે. ભારતે યુએઈ સીઈપીએ પર હસ્તાક્ષર કર્યાના એક વર્ષની ઉજવણી કરવા માટે, GJEPC 5મી મે 2023 થી 365 દિવસનું ઈન્ડિયા જ્વેલરી એક્સ્પોઝિશન અથવા IJEX દુબઈ શરૂ કરશે.”

GJEPC એ 1975 માં ટોચના જેમ્સ અને જ્વેલરી નિકાસકારોને ઓળખવા માટે IGJA ની સ્થાપના કરી હતી. પસંદગીના માપદંડોમાં હવે નિકાસ પ્રદર્શન, મૂલ્યવર્ધન, રોજગાર સર્જન, આર એન્ડ ડીમાં નાણાંકીય વર્ષ રોકાણો અને અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

વિજેતાઓને તેમની શુભકામનાઓ આપતા વિપુલ શાહે ટિપ્પણી કરી હતી કે “સ્વતંત્ર એજન્સી અર્નેસ્ટ એન્ડ યંગ દ્વારા એવોર્ડ વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી તે હકીકત તેમની સિદ્ધિઓમાં વિશ્વસનીયતા ઉમેરે છે. તમારી યોગ્ય માન્યતા એ તમારી સખત મહેનત અને સમર્પણનું પ્રતિબિંબ છે. હું તમને તમારા ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે તમે તમારા વ્યવસાયમાં ઉત્કૃષ્ટતા મેળવવાનું ચાલુ રાખશો અને અમારા ઉદ્યોગ માટે એક મજબૂત આધારસ્તંભ બની રહેશો.”

બદલાતા બિઝનેસ લેન્ડસ્કેપ સાથે ગતિ જાળવી રાખવા માટે, 49મી એડિશનમાં ક્લાયન્ટ્સની મહત્તમ સંખ્યા, લેબ ગ્રોન ડાયમન્ડ્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવીનતા, નવું બિઝનેસ મોડલ, સર્વિસ સેક્ટર, પેટન્ટ, ડિજિટલ, ઈ-કોમર્સ જેવી નવી એવોર્ડ કેટેગરી રજૂ કરવામાં આવી હતી.

“બ્રાન્ડ ઇન્ડિયા” ના પ્રમોશનમાં વ્યવસાયિક ઉત્કૃષ્ટતા અને યોગદાન આપતી કંપનીઓને માન્યતા આપવા ઉપરાંત, GJEPC એ વુમન આંત્રપ્રિન્યોર ઓફ ધ યર અને ઉદ્યોગને ધિરાણ આપતી બેંકોને પણ એવોર્ડ આપ્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે 49મા ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (IGJA)માં ટોચના નિકાસકારોનું સન્માન કર્યું



By admin